વલસાડ, 10 જુલાઈ (હિ.સ.)- વાપી તાલુકામાંથી
પસાર થતા સ્ટેટ હાઈવેના બિસ્માર માર્ગો પર પેવર બ્લોક વડે રસ્તાની મરામત કામગીરી કરવામાં
આવી હતી. વાપીના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન વાહન વ્યવહારની સતત અવરજવર રહેતી
હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા
રાત્રિના 12વાગ્યાથી સવારે 6વાગ્યા સુધી રસ્તાની મરામત કામગીરી યુધ્ધના ધોરણે
કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે