જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા 06/2025 ની પોરબંદર જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા તથા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદા
જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.


જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.


જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.


જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.


જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા 06/2025 ની પોરબંદર જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા તથા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા હતા. પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને માહે 05/2025 ના માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા આગામી સમયમાં આવનાર તહેવારો જેમાં જાગરણ તથા રક્ષાબંધન તથા 15 મી ઓગષ્ટ તથા જન્માષ્ટમીના લોકમેળા સંદર્ભે તથા ટ્રાફીક નિયમન અંગે તથા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં કરવાની બાકી રહેલ કામગીરી અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘટાડવા એકશન પ્લાન અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

આ કાઈમ કોન્ફરન્સમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી., પોરબંદર શહેર ડિવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબ પોરબંદર હેડ કવાર્ટર, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા પોરબંદર એસ.સી./એસ.ટી. સેલ તથા રાણાવાવ ડિવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાઈમ કોન્ફરન્સમાં 06/2025ના માસમાં ગંભીર ગુનાના ભેદ ઉકેલી તથા ગુજસીટોકનો ગુનો રજી. કરાવવાની તથા ગંભીર ગુનાના ધણા વર્ષ થી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી તથા જેલમાંથી વચગાળાના જામીન પર થી ફરાર આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસા પ્રત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા. જેમાં વાયરલેસ વિભાગના પી.આઈ. પી.આર પટેલને નેશનલ લો યુનિવર્સીટીમાંથી PGDDF કોર્ષ પૂર્ણ કરી સારા રેન્કથી પાસ થવા માટે, એલ.સી.બી. વિભાગના હેડ કોન્સ. હિમાંશુ મક્કા તથા કોન્સ. વિરેન્દ્રસિંહ પરમારને મધ્યપ્રદેશમાં દાખલ થયેલ ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા બદલ, એલ.સી. બી. વિભાગના વિપુલભાઈ ઝાલા તેમજ કુલદીપસિંહ જાડેજાને બધા શામળા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરવામાં પર્સનલ રાઈટર તરીકે પ્રસંશનીય કામગીરી કરવા બદલ, એલ.સી.બી. વિભાગના કોન્સ. નટવરભાઈ ઓડેદરાને મિયાણી પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં 7 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા બદલ, એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. રણજીતસિંહ દયાતર અને મુકેશભાઈ માવદિયાને બગવદરમાં દાખલ થયેલ મંદિરમાં ચોરીના ગુનાને ડિટેકટ કરી મુદ્દામાલ રિકવર કરવા બદલ, પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. પિયુષ સીસોદીયા અને હરેશ આહીરને રાણાવાવમાં દાખલ થયેલ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા કાપતો આરોપી જે વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો તેને મધ્યપ્રદેશથી ઝડપી પાડવા બદલ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વિશાલ વિંઝુડા તેમજ કોન્સ. દેવેન્દ્રસિંહ ગોહિલને 11 હજાર બોટલ સાથે ટ્રક સાથે ઝડપી પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેમજ રાણાવાવ પો.સ્ટે.ના કોન્સ. સંજયભાઈ બાબરીયા અને સરમણભાઈ વરુને ભોદ ગામે થયેલા હત્યાના બનાવમાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પ્રશંસનીય કામગીરી કરવા બાદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande