અમરેલી: જાફરાબાદ-ઉના હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ
અમરેલી 11 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ-ઉના હાઈવે પર રખડતા ઢોરોની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. આ હાઈવે પર રોજબરોજ મોટી સંખ્યામાં ગાયો, બળદો અને દૂધારૂ ઢોરો રસ્તાની વચ્ચે આડા આવી જાય છે, જેને કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.
અનેક લોકો અને વાહનચાલકોને આ ઢોરોને કારણે જિંદગીના જોખમે મુસાફરી કરવી પડે છે. રાત્રિના સમયે તો અસત્યારૂપે ઉભેલા ઢોરો જોઈ શકાતા નથી અને ટક્કર થતા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ તંત્રને અનેકવાર રજુઆત કરેલ છે, છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.
હાઈવે પરથી ઢોરોને હટાવવા અને માલધારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ ઊઠી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિકો આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક પ્રશાસન, પાલિકા અને પશુપાલન વિભાગ વચ્ચે સહયોગ જરૂરી છે, જેથી સામાન્ય લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek