પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભરતીમેળામાં અમદાવાદ જિલ્લાના નોકરીદાતા ટોયોટા ટુશોહો તેમજ તમિલ નાડુ રાજયની સેંટ ગોબેઈન, બેંગ્લોર રાજ્યની મે.ટેક્નો વિઝન, ટાઈટન જ્વેલરી તેમજ ઇંડો એમ.આઈ.એમના નોકરીદાતાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
નોકરીદાતાઓ દ્વારા તેમના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ઉપસ્થિત 21 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 14 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભરતી મેળામાં ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 1000 થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya