અમરેલી, 11 જુલાઈ (હિ.સ.)અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામનો યુવાન જિલ શૈલેશભાઈ કારીયા ભણતર પૂર્ણ કર્યા બાદ એક અનોખી દિશામાં કારકિર્દી રચી છે. વિજપડી ગામ, જે ચાર તાલુકાનું સેન્ટર ગણાય છે, ત્યાં રોજ ના રોજ લોકો ખરીદી માટે આવે છે અને હવે ખાસ કરીને એક ફાસ્ટ ફૂડના ઝાયકા માટે પણ જનમેળા લગાડે છે.
જિલ શૈલેશભાઈ કારીયાએ ગ્રેજ્યુએશન સુધીનું ભણતર પૂર્ણ કર્યું છે. તેમના પિતા છેલ્લા 30 વર્ષથી પકોડા, દાબેલી અને વડાપાવનો વ્યવસાય કરે છે. પિતાની સાથે બાળપણથી જ કામે પડતા જિલભાઈએ હવે એ જ વ્યવસાયને આધુનિક સ્વરૂપ આપ્યું છે. પોતાનું ભણતર પૂર્ણ કર્યા પછી તેમણે નોકરીની શોધના બદલે પોતાની જાતને રોજગારી આપવાનું પસંદ કર્યું અને પિતાની સાથે મળીને ફાસ્ટ ફૂડની દુકાન શરૂ કરી.
જિલભાઈ અને તેમના પિતા વીજપડી ગામના સાવરકુંડલા–મહુવા રોડ પર પોતાના ફૂડ સ્ટોલ ચલાવે છે. તેઓ રોજ સાંજના પાંચથી સાત વાગ્યા સુધી ફાસ્ટ ફૂડની દુકાન ખોલે છે. આ ટૂંકા સમયમાં પણ તેમની દુકાને જેવો પકોડા, દાબેલી અને વડાપાવ માટે લોકોની ભીડ ઉમટે છે.
તેઓ દરરોજ સરેરાશ 200 નંગ પકોડા, 200 નંગ દાબેલી અને 100 નંગ વડાપાવ વેચે છે.આમ રોજનો કુલ વેચાણ 500 નંગથી વધુ ફૂડ આઇટમ્સનો થાય છે. પકોડાની એક પ્લેટનો ભાવ ₹30 છે, જ્યારે દાબેલી અને વડાપાવ બંને ₹15 ના દરે વેચાય છે. ગોઠવાયેલું ભાવ અને મફત સ્મિત સાથેની સર્વિસ આ દુકાનની ખાસ ઓળખ બની છે.
જિલભાઈના જણાવ્યું આજે તેમની દુકાન પર વીજપડી સહિત આજુબાજુના લગભગ 30 ગામોમાંથી લોકો ખાસ ખાવાની મજા માણવા આવે છે. ખાસ કરીને નવયુવાનો, પરિવારો અને બહારથી આવતા મુસાફરો તેમના સ્ટોલ પર રોકાય છે. તેમની ફૂડ શૈલીમાં ખાસ ઝાયકો છે – તાજું, સ્વાદિષ્ટ અને ચોખ્ખું ખાવાનું મળવાનું લોકોનું મંતવ્ય છે.
આદરભર્યો પરિવારિક વ્યવસાય, નવી ઊંચાઈ તરફ
જિલભાઈએ જણાવ્યું કે “હું ભણેલો છું, પણ ભણતરના આધારે નોકરી ન મળતી હોવા છતાં હું ને. મારા પિતાએ જીવતમાં જે અનુભવ મેળવ્યો છે, તેને હું હવે આધુનિક રીતે આગળ વધારું છું.” આ રીતે એક યુવાને પિતાની પરંપરા જાળવીને એને નવી દિશા આપી છે.
આમ વીજપડી ગામના જિલ શૈલેશભાઈ અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત છે – કે ભણતર પછી નોકરી નહીં પણ વ્યવસાય કરવો એ પણ એક સન્માનજનક વિકલ્પ છે. આ પ્રકરણે તેઓ રોજગારની સાથે સાથે ગુણવત્તાવાળું ખાવાનું પૂરું પાડી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવવામાં સફળ થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek