પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા-પાટણ હાઈવે રોડ પર રાજપુર-મહેમદપુર ગામ વચ્ચે ગત રાત્રે 2 વાગ્યે અકસ્માત સર્જાયો હતો, જેમાં 60થી 65 વર્ષની અજાણી મહિલાનું મૃત્યુ થયું છે. મૃતક મહિલાએ કેસરી-પીળા રંગની સાડી પહેરી હતી.
મહિલાના મૃતદેહને હાલમાં ધારપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મહિલાની ઓળખ થઇ નથી.
પાટણ તાલુકા પોલીસ સ્ટેશને જાહેર જનતાને અપીલ કરી છે કે જો મહિલાની ઓળખ વિશે કોઈ માહિતી હોય, તો PSI વી.આર. ડાભી (મોબાઈલ: 9924571001) અથવા બીટ ઇન્ચાર્જ HC પરેશભાઈ લક્ષ્મણભાઈ (મોબાઈલ: 9723410660)નો સંપર્ક કરવા વિનંતી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર