પાટણ, 11 જુલાઈ (હિ.સ.)ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી. તા. 10 જુલાઈ, ગુરુવારના રોજ સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા રોપાઓનું વાવેતર કરીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ અને મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણે નેતૃત્વ આપ્યું હતું, જયારે પૂર્વ પ્રાંત પ્રમુખ જયેશભાઈ પટેલ વિશિષ્ટ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં આમંત્રિત સભ્ય નિરંજનભાઈ પટેલ, કારોબારી સભ્ય કમલેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ ઠક્કર અને ભરતભાઈ સોનીએ પણ ઉપસ્થિત રહી સંસ્થાના સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવી અને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર