અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ખાતે કલેકટર દ્વારા દફ્તર ચકાસણી અંગે ગ્રામજનો સાથે સંવાદ કરાયો
અમરેલી 11 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના કલેક્ટર દ્વારા ખાંભા તાલુકાના ભાડ ગામે જાહેર મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગામના વિવિધ શાસકીય કામગીરીની સમીક્ષા કરી તેમજ ગ્રામ્ય વિકાસ કાર્યોની સ્થળ પર જઈને તપાસણી કરી. ક્લેકટરએ સામાન્ય ગ્રામ દફતર,
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ખાતે કલેકટર દ્વારા દફ્તર ચકાસણી અંગે ગ્રામજનો સાથે સંવાદ કરાયો


અમરેલી 11 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના કલેક્ટર દ્વારા ખાંભા તાલુકાના ભાડ ગામે જાહેર મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગામના વિવિધ શાસકીય કામગીરીની સમીક્ષા કરી તેમજ ગ્રામ્ય વિકાસ કાર્યોની સ્થળ પર જઈને તપાસણી કરી. ક્લેકટરએ સામાન્ય ગ્રામ દફતર, પંચાયતઘર તથા અન્ય સરકારી સુવિધાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સ્થળ પર હાજર સરકારી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.

તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી village-level સમસ્યાઓને સાંભળી, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ત્વરિત નિવારણના સુચનો આપ્યાં. ગ્રામજનો દ્વારા પીવાના પાણી, રસ્તા, વીજળી અને આરોગ્યની સમસ્યાઓ રજૂ કરવામાં આવી, જેના નિવારણ માટે કલેક્ટરએ સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન આપ્યું.

આ મુલાકાતથી ગામના લોકોમાં સકારાત્મક ભાવના ઉભી થઇ હતી અને લોકોમાં વિશ્વાસ વધ્યો હતો કે પ્રશાસન લોકોની વચ્ચે આવીને તેમની સમસ્યાઓ સાંભળી, તેના ઉકેલ માટે ગંભીર છે.

ક્લેકટર સાહેબ અમરેલી દ્રારા ખાંભા તાલુકાનાં ભાડ ગામે મુલાકાત સામાન્ય ગામ દફતર તપાસણી કરી, જરુરી સુચનો આપ્યાં તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande