પાટણમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પાટણ દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બે તબક્કામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાશે. રાસ સ્પર્ધામાં 14થી 40 વર્ષના યુવાનો અને યુવત
પાટણમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પાટણ દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બે તબક્કામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાશે. રાસ સ્પર્ધામાં 14થી 40 વર્ષના યુવાનો અને યુવતીઓ ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા માત્ર 14થી 35 વર્ષની યુવતીઓ માટે મર્યાદિત રહેશે.

દરેક ટીમમાં કુલ 20 સભ્યો—16 સ્પર્ધક અને 4 સહાયક—હોવા જોઇએ. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા સેવા સદન, બ્લોક નંબર-2, બીજા માળેથી ફોર્મ મેળવવાનું રહેશે અને તેને પૂરતું ભરી 10 ઓગસ્ટ 2025ના સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પાટણ ખાતે જમા કરાવવાનું રહેશે.

આ સ્પર્ધાનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande