ડ્રેનેજનાં ગંદા પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સુરત, 11 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં ડ્રેનેજ વિભાગની ધરાર લાપરવાહીને પગલે સ્થાનિકોનું જીવન દુષ્કર બની ચુક્યું છે. ભાઠેના વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યાને કારણે ઘણાં સમયથી વિદ્યાર્થીઓથી માંડીને નાગરિકો ગંદા પાણીમાંથી અવર - જવર
ડ્રેનેજનાં ગંદા પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત


સુરત, 11 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં ડ્રેનેજ વિભાગની ધરાર લાપરવાહીને પગલે સ્થાનિકોનું જીવન દુષ્કર બની ચુક્યું છે. ભાઠેના વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યાને કારણે ઘણાં સમયથી વિદ્યાર્થીઓથી માંડીને નાગરિકો ગંદા પાણીમાંથી અવર - જવર કરવા માટે મજબુર બની રહ્યા છે. અલબત્ત, આ અંગે તંત્ર દ્વારા ધરાર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વર્ષે 10,000 કરોડનું બજેટ ધરાવતી સ્માર્ટ સિટી સુરતમાં સ્લમ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે પણ શ્રમજીવીઓ અને ગરીબો વસવાટ કરવા માટે મજબુર બની રહ્યા હોવાનાં દ્રશ્યો હવે સામાન્ય થઈ ચુક્યા છે. હાલમાં જ ખાડી પુરને કારણે લિંબાયતમાં નિચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાર દિવસ સુધી ખાડી પુરનાં પાણી ન ઓસરતાં સેંકડો પરિવારો રીતસરનાં બાનમાં લેવાયા હતા. આ દરમિયાન હવે ભાઠેનાં વિસ્તારમાં આવેલ રઝા નગરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યાને કારણે ગંદા પાણી રસ્તાઓ પર વહેતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ફરિયાદ કરવા છતાં તંત્રનાં પેટનું પાણી સુદ્ધાં નથી હાલતું. હાલત એટલી હદે વિકરાળ બની ચુકી છે કે, આ જ ડ્રેનેજનાં ગંદા પાણીમાંથી અવર - જવર કરીને ભુલકાઓ શાળાએ જવા માટે મજબુર બની રહ્યા છે. બીજી તરફ ઘણાં સમયથી ડ્રેનેજનાં ગંદા પાણીની ફરિયાદો વચ્ચે હવે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande