અમરેલી, 11 જુલાઈ (હિ.સ.)સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં શ્રાવણ મહિનો શરૂ થતાં અને આગામી ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો નજીક આવતા ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. જેનો સીધો અસર ફૂલોના ભાવ પર પડી છે. ફૂલો વેચતા વેપારીઓ અને ખેડૂતો જણાવે છે કે છેલ્લા થોડા દિવસોમાં મોગરા, ગુલાબ, ગલગોટા સહિતના લોકપ્રિય ફૂલોના ભાવમાં આશરે 10 થિ 30 ટકાનો ઉછાળો આવ્યો છે.
ગુલાબના ફૂલનો ભાવ 200 એક ગ્રામનો થયો છે.જ્યારે સફેદ સેવન્તિનો ભાવ 250 kgનો.છે અને ગલગોટાનો ભાવ 200.છે.
અમરેલી જિલ્લાના જાણીતા ફૂલ ઉત્પાદક અને વેપારી કનુભાઈ માળી જણાવે છે કે, “હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. લોકો નિત્ય પૂજા, મંદિરોમાં શણગાર તેમજ ધાર્મિક પ્રસંગો માટે મોટી માત્રામાં ફૂલોની ખરીદી કરે છે. ગુરુપૂર્ણિમા માટે ગુરુઓને ફૂલહાર અર્પણ થાય છે, જયારે જન્માષ્ટમીમાં મંદિરોમાં શ્રીકૃષ્ણના શણગાર માટે અને રાસોત્સવમાં પણ ખૂબ જ ફૂલોનો ઉપયોગ થાય છે.”
તહેવારો દરમ્યાન ફૂલહાર, શણગાર માટેના ફૂલો અને ફુલોની તાજી માલાની ભારે માંગ રહે છે. ખાસ કરીને ગુલાબ અને મોગરાના હાર અને ભેટ માટે બનાવાતા શણગારના ફૂલોને વધુ પ્રાધાન્ય મળતું હોય છે. વેપારીઓ કહે છે કે તાજેતરમાં માલદારો અને ભાવનગર માર્કેટમાં પણ ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે.
આજની સ્થિતિ જોતા એવી શક્યતા છે કે તહેવારના મુખ્ય દિવસે ફૂલોના ભાવમાં વધુ વધારો થઇ શકે છે. ખેડૂતો માટે આ સમય સારો ગણાય છે કારણ કે માંગ વધી હોવાથી તેમને યોગ્ય ભાવ મળી રહ્યો છે. પણ ખરીદદારોને વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek