ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.) દલિત અધિકાર સંઘ ભાવનગર દ્વારા યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે, વિદ્યાર્થી અભીવાદન અને વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહ યોજાયો હતો. સમારંભ અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા ચેરમેન રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગ, ઉગારામ બાપા આશ્રમ બાંદ્રાના મહંત ૧૦૦૮ પરમ પૂજ્ય ગોરધન બાપા,પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી,ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ જેઠીબેન પરમાર, મેયર ભરતભાઈ બારડ વિગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો મોહનભાઈ બોરીચા દ્વારા સ્વાગત કરી સંસ્થાનો પરિચય અને અનુજાતિના વિદ્યાર્થીઓની કાબિલિયત, વિશિષ્ટ વ્યક્તિઓની છણાવટ કરી હતી.
જીતુભાઈ વાઘાણીએ ડો. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારી ઇતિહાસમાં ઉચ્ચતમ સિદ્ધિઓ મેળવવા અનુરોધ કરેલ અધ્યક્ષ સ્થાનેથી ડો. કિશોરભાઈ મકવાણા એ વિદ્યાર્થીઓને, વ્યસનમાંથી દૂર રહી બાબાસાહેબે જણાવેલ અપો દીપ ભવ જીવન માં ઉતારી અભ્યાસ માં પારંગત બનવા જણાવેલ. પૂજ્ય ગોરધનબાપા એ વિધાર્થીના વાલીઓએ વ્યસનથી દુર રહી દીકરા દીકરીઓને ઉચ્ચતમ અભ્યાસ કરાવવા અને ઉગારામબાપાના આશીર્વાદ કાયમ રહે તેમ જણાવ્યુ હતું.
આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાનાના વેરાવળના સતત બે દાયકાથી સામાજીક પ્રવૃત્તિ કરતા ભગવાન ભાઈ સોલંકીને શૈક્ષણિક ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેને વિશિષ્ટ વ્યક્તિ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું હતું તે બદલ ભગવાન ભાઈ સોલંકી એ આયોજકોનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ