કૂપોષિત બાળકને, સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર...
ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર દ્વારા, જિલ્લાના એક હજારથી વધુ બાળકો તંદુરસ્ત બન્યાં
કૂપોષિત બાળકને, સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર...


ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.) કૂપોષણ એ સમાજ માટે સામાજિક કલંકની નિશાની છે. નબળું બાળક આગળ જતાં નમાલું બની રહે તે ભારત જેવા વિકાસશીલ દેશને પાલવે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નાના અને કૂપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે બાળભોગથી માંડીને મધ્યાહન ભોજન સુધીની વિવિધ યોજના ચલાવવામાં આવે છે.

રાજ્યના બાળકોને સુપોષિત બનાવવા માટે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં એક હજારથી વધુ બાળકો તંદુરસ્ત બન્યાં છે.

તો જાણીએ... શું છે? આ બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર અને તેનાથી મળતાં લાભ.. ઓછુંપોષણ’ કે જે પોષક તત્વોના ઓછા ઉપયોગ, નબળા શોષણ કે વધારે પડતા ગુમાવી દેવાના કારણે થાય છે, એટલે ‘વધારેપોષણ’ એમ પણ થાય, કે જે કોઈ ચોક્કસ પોષક તત્વો વધારે પ્રમાણમાં લેવાના પરિણામે થાય છે. યોગ્ય માત્રા કે ગુણવત્તાસભર પોષક તત્વો ધરાવતો તંદુરસ્ત આહાર દૈનિક જો ન લેવામાં આવે અથવા તેનું શોષણ પૂરતા પ્રમાણમાં ન થાય કે લાંબા સમય સુધી તેનું પાચન ના થાય તો વ્યક્તિ કૂપોષણનો ભોગ બને છે.

બાળ સેવા કેન્દ્ર જેને (સી.એમ.ટી.સી.) તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ગંભીર તીવ્ર કૂપોષિત બાળકને દાખલ કરવામાં આવે છે અને તેને સારવાર આપવામાં આવે છે. બાળકોને નક્કી કરવામાં આવેલા માપદંડો મુજબ દાખલ કરવામાં આવે છે અને તબીબી તેમજ પોષણ ઉપચારની સંભાળ આપવામાં આવે છે. સી.એમ.ટી.સી.માંથી એક વખત રજા આપવામાં આવે પછી ત્યાર પછી બાળક વી.સી.એન.સી./એ.ડબલ્યુ.માં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેણી/તે કાર્યક્રમમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ (તકનિકી માર્ગદર્શિકાઓમાં દર્શાવ્યા મુજબ) રજા આપવાના માપદંડો સુધી પહોંચે. જો બાળકની સ્થિતિમાં સુધારો જોવા ના મળે અને વજનનો વધારો દાખલ કર્યાના દિવસથી પ્રથમ ૩-૫ દિવસો સુધી <5 ગ્રામ/કિ.ગ્રા./દિવસ રહે તો બાળકની આગળ કાળજીપૂર્વક તપાસ કરવામાં આવે છે.

સી.એમ.ટી.સીમાં ઉપચારાત્મક સંભાળ ઉપરાંત બાળકના સમયસરના, પૂરતાં અને યોગ્ય આહાર, તેમજ માતા અને સંભાળ રાખનારાઓની ઉમરને અનુરૂપ સંભાળ રાખવાની અને આહાર આપવાની રીતોની આવડતો વધારવા, સંવેદનાઓનો વિકાસ કરવા અને માનસિક ટેકો પૂરો પાડવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત, સંપરામર્શ દ્વારા માતા/સંભાળ રાખનારાઓની ક્ષમતાઓમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને તેમના બાળકમાં પોષણ અને આરોગ્યની સમસ્યાઓની ઓળખ કરવામાં મદદ આપવામાં આવે છે. આનાથી, બાળકને સી.એમ.ટી.સી. પરથી રજા આપ્યા બાદ માતા તેની સંભાળ લેવા માટે તૈયાર થાય છે.

સી.એમ.ટી.સી.. બાળકોને નીચેની સેવાઓ આપવામાં આવે છે

• બાળકની ૨૪ કલાક સંભાળ અને દેખરેખ

• તબીબી ગૂંચવણોની સારવાર

• ઉપચારાત્મક આહાર

• સંવેદનાત્મક અને મનૌસામાજિક ઉત્તેજન અને ભાવાત્મક સંભાળ

• જવાબદાર પરિબળોની ઓળખ કરવા માટે પરિવારનું સામાજિક મૂલ્યાંકન

• યોગ્ય આહાર આપવાની, સંભાળ કરવાની અને સ્વચ્છતાની રીતો માટેનું સંપરામર્શ

• સ્થાનિક રીતે પ્રાપ્ય, સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય અને આર્થિક રીતે પોષાય તેવી ખોરાકની વસ્તુઓમાંથી પોષણક્ષમ આહાર તૈયાર કરવાની રીતોનું નિદર્શન અને તે બનાવવાનો અભ્યાસ કરવો.

• સુવિધામાંથી રજા આપવામાં આવેલ બાળકોનું ફોલોઅપ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande