ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.) વેરાવળ મહિલા કોલેજનાં પ્રોફેસર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ અર્થશાસ્ત્ર બોર્ડના ચેરમેન અને પુર્વ એકઝૂયક્યુટીવ કાઉન્સીલ મેમ્બર ડો. જીવાભાઇ વાળા, પ્રિ એમ જે બંધિયા, પ્રો (ડૉ) વી એસ ઝાલાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં નવનિયુક્ત કૂલપતિ પ્રો.(ડો) પ્રતાપસિંહ ચૈાહાણની શુભેચ્છા મુલકાત લીધી હતી. અને વેરાવળ મહિલા કોલેજની શૈક્ષણીક બાબતો પર સમીક્ષા કરી માર્ગદર્શન મેળવ્યુ હતુ.
આ તકે NEP અંગે તથા વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખી સૌ સાથે મળીને યુનિના માધ્યમથી શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસના યજ્ઞમાં જોડાઈએ તેવી સૌને અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થી, અધ્યાપકો અને શિક્ષણ બાબતે ખુબ પરિણામલક્ષી કામ કરવાનું કુલપતિ ડૉ પ્રતાપસિંહ ચૌહાણે આશ્વાસન આપ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ