ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા, માધુપુર-પ્રાચી રોડ પર પેચવર્ક કરાયું
ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તાત્કાલિક મરામતની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)
માધુપુર-પ્રાચી રોડ પર પેચવર્ક


ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.)

ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તાત્કાલિક મરામતની સૂચના આપવામાં આવી છે.

જે અંતર્ગત ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર પેચવર્કની કામગીરી ત્વરિત ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માધુપુર પ્રાચી રોડ પર વેટમિક્ષ કરી મરામત કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande