પૂર્વ કચ્છના સબ સ્ટેશનમાં ઓવર લોડીંગથી નવા ઔદ્યોગિક રોકાણોને નનૈયો ? ઉર્જામંત્રી સુધી વીજ સમસ્યા પહોંચી
ભુજ – કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) દ્વારા ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળીને કચ્છના પૂર્વીય વિસ્તારમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને ક
ફોકિઆ દ્વારા ઉર્જામંત્રીને કરાઇ રૂબરૂમાં રજૂઆત


ભુજ – કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) દ્વારા ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળીને કચ્છના પૂર્વીય વિસ્તારમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને કારણે નવા HT/EHT કનેક્શનની ના પાડવામાં આવતી હોવાની સમસ્યા ઉઠાવવામાં આવી છે.

ઉર્જામંત્રીને હોદ્દેદારો દ્વારા રૂબરૂ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગિક વિકાસ લક્ષી નીતિઓ, બે મુખ્ય બંદરોનો વ્યૂહાત્મક લાભ, વિશાળ જમીનની ઉપલબ્ધતા અને લગભગ ૨૦,૦૦૦ મેગાવોટની થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાને કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. અને હાલ માં લગભગ રૂપિયા 1,70,000 કરોડ જેટલું રોકાણ કાર્યરત છે.

HT/EHT કનેક્શન મેળવવામાં સમસ્યા

તત્કાલીન મુખ્યામંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રોકાણકારો સાથે સતત જોડાણની પહેલથી આ વિસ્તારમાં સતત મોટા રોકાણો આવી રહ્યા છે. જોકે, પૂર્વીય કચ્છ, ખાસ કરીને અંજાર વિસ્તારમાં, હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને નવા HT/EHT કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉર્જા મંત્રી ખુદ ઉકેલ લાવે : ફોકિઆ

ગેટકોના ટ્રાન્સમિશન ડિવિઝનના ફિઝિબિલિટી રિપોર્ટ્સમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગનું કારણ આપીને નવા/વધારાના લોડ કનેક્શનની ના પાડવામાં આવી રહી છે. ફોકિઆના સભ્ય ઉદ્યોગો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. ફોકિઆએ મંત્રીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશન તેમજ ક્ષમતા વધારવાની યોજના બનાવવા વિનંતી કરી છે. આ સમસ્યાને કારણે માત્ર વિસ્તારનો વિકાસ જ નહીં, પરંતુ PGVCL, GETCOઅને એકંદરે અર્થતંત્રની આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે.

કચ્છના ઔદ્યોગિક વિકાસને ગતિ અનિવાર્ય

ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું કે, આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી હોતા મંત્રી પાસે રૂબરૂ રજૂઆત કરી હતી. ફોકિઆએ ગુજરાતની ઉદ્યોગ-અનુકૂળ નીતિઓમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા અને કચ્છના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે મંત્રીના સકારાત્મક, ત્વરિત હસ્તક્ષેપ માટે તેમનો આભાર માને છે.

આ સબ સ્ટેશનમાં ઉદ્યોગોને જોડાણની તકલીફ

1. કિડાણા 2. રામપર (તુણા) 3. ભીમાસર 4. ખોખરા, 5. રાતા તળાવ 6. વરસાણા 7. પડાણા 8. મિઠીરોહર 9. મથડા 10. ખેડોઈ

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande