સરસ્વતી-પાટણ મુખ્યમાર્ગ પર, ભારે વરસાદથી માર્ગોને નુકસાન, તાત્કાલિક મરામત કાર્ય પૂર્ણ
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર માર્ગોની સતત સર્વે કામગીરી કરી રહ્યું છે અને મરામત માટે સુયોજિત આયોજન હેઠળ કાર્ય કરી રહ્યું છે. માર્ગ અને મક
પસરસ્વતી-પાટણ મુખ્યમાર્ગ પર ભારે વરસાદથી માર્ગોને નુકસાન, તાત્કાલિક મરામત કાર્ય પૂર્ણ


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર માર્ગોની સતત સર્વે કામગીરી કરી રહ્યું છે અને મરામત માટે સુયોજિત આયોજન હેઠળ કાર્ય કરી રહ્યું છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના અધિકાર હેઠળના સરસ્વતી-પાટણ મુખ્યમાર્ગ પરના બ્રિજ પર વરસાદના કારણે નાના-મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી માર્ગ અને મકાન વિભાગે સ્થળ પર ડામરથી ખાડા પુરવાની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરી છે. હવે નાગરિકોને વાહનવ્યવહારમાં સરળતા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande