જુનાગઢ 11 જુલાઈ (હિ.સ.) જુનાગઢ શહેરમાં વરસાદના લીધે નુકસાન ગ્રસ્ત થયેલ રસ્તાઓના મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સ્થાયી સમિતી ધ્વારા વોર્ડ નં.૧ થી ૧૫ માં કુલ રકમ રૂા.૪૫ લાખની મંજુરી આપી વોર્ડમાં નુકશાન થયેલ રસ્તાઓમાં કવોરી સ્પોઈલ, વેટ મીક્ષ, ગ્રીટ નાંખવા માટે રકમ મંજુર કરી છે.મંજુર થયેલ વોર્ડ વાઈઝ રકમ રૂા. ૩ લાખની કામગીરી માટે વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપવાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
જૂનાગઢ-૩૧૧ એપ્લીકેશન તેમજ ટેલીફોનીક ફરીયાદો અને વોર્ડના કોર્પો.ઓ ધ્વારા, આવતી ફરીયાદોનો નિકાલ કરવા જે તે કોન્ટ્રાક્ટરોને સુચના આપી તાત્કાલીક કામગીરી કરવા જણાવેલ છે.
અંદાજે ૬૦૦૦ ઘન મીટર વેટમીક્ષ મટીરીયલ્સ, ગ્રીટ પાથરવાની કામગીરી હાલ ચાલુ છે, જે આગામી ચોમાસા ઋતુ પુર્ણ થાય ત્યા સુધી આવતી ફરીયાદો અન્વયે કામગીરી રાખવામાં આવશે.
જે સ્થળ પર ભુગર્ભ ગટર અને પાણીની લાઈનની કામગીરી કરવામાં આવેલ હોય અને તેવા સ્થળ પર નવા રોડની કામગીરી થયેલ ન હોય ત્યાં આ કામના કોન્ટ્રાકટરો ધ્વારા વોટર વર્કસ વિભાગ મારફત જરૂરીયાત મુજબ મટીરીયલ્સ નાંખવાની કામગીરી ચાલુ છે.
બાંધકામ શાખા ધ્વારા બનાવવામાં આવેલ રોડ કે જે ૩-વર્ષના ગેરેન્ટી પીરીયડમાં આવતા હોય તેવા રોડમાં વરસાદના કારણે નુકશાન થયેલ હોય ત્યાં જે તે કોન્ટ્રા. મારફત તેઓના ખર્ચે રોડ રીપેરીંગ કરાવવાની કામગીરી કરાવવામાં આવે છે.
સેનીટેશન શાખા મારફત તમામ વોર્ડનો સર્વે કરી કુલ-૩૦૪ તુટેલ ગટરના ઢાંકણાનો રીપોર્ટ રજુ થયેલ હોય, જેમાંથી ૨૯૫ ગટરના ઢાંકણા બદલાવવાની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તથા બાકી રહેતી કામગીરી આગામી દિવસ-૦૩ માં પુર્ણ કરવામાં આવશે.
ચોમાસા ઋતુ પહેલા બાંધકામ શાખા ધ્વારા જે સ્થળ પર ભુગર્ભ ગટર અને પાણીની લાઈનની તમામ કામગીરી પુર્ણ થયેલ હોય તેવા સ્થળો પર સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી છેલ્લા ૧-વર્ષમાં અંદાજે ૩૫ કી.મી. નવા રોડ બનાવવાની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે.
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર મહાનગરપાલિકા,જૂનાગઢ ધ્વારા દિવસ અને રાત કુલ ૨-પાળીમાં ડીપાર્ટમેન્ટના માણસો ધ્વારા જરૂરીયાત મુજબ વેટમીક્ષથી ખાડા બુરવાની કામગીરી છેલ્લા ૧૦-દિવસ થી ચાલુ છે.
ચાલુ ચોમાસા દરમ્યાન વરસાદ સીવાયના ખુલ્લા દિવસોમાં પણ નવા સી.સી.રોડ બનાવવાની કામગીરી અટકે નહી તે માટે બાંધકામ શાખા ધ્વારા તમામ કોન્ટ્રાકટરોને સુચના આપી તાત્કાલીક કામગીરી કરવા જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ