જૂનાગઢ 11 જુલાઈ (હિ.સ.) જૂનાગઢમાં આવેલ ૨૫મી રેન્જ, ૮-ગુજરાત બટાલિયન એન.સી.સી. ગ્રાઉન્ડ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોય, જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂએ ૨૫મી રેન્જ, ૮-ગુજરાત બટાલિયન એન.સી.સી. ગ્રાઉન્ડ જૂનાગઢ ખાતે તેની આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ સુધી સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી (દૈનિક ધોરણે) અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ- આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ