જુનાગઢ, 11 જુલાઈ (હિ.સ.) ચોરવાડ ગામે 70 વર્ષથી વધુ વયના લોકો માટે સુધીના કાર્ડ કાઢી આપવા માટે આજ રોજ સવારે પાલિકા શહેર ભાજપ દ્વારા પાલિકા કચેરી ખાતે કેમ્પ યોજાયો હતો.
જેમાં પાલિકા પ્રમુખ બેનાબેન શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ સદસ્યો વિનુભાઈ દિનેશભાઈ તેમજ ભાજપ મહામંત્રીઓ મહેશભાઈ ભીખાભાઈ તેમજ ભાજપ સંગઠનના કાનજીભાઈ વિનોદભાઈ મહેશભાઈ સરમણભાઇ કિશોરભાઈ સુરેશભાઈ વડુકર ડાયાભાઈ રોહિતભાઈ ગીરીશભાઈ તેમજ સંગઠન પ્રભારી માંગરોળ થી માલદેભાઈ ભાદરકા અને સરકારી દવાખાના માટે કર્મચારી હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સેવાનો લાભ લીધો હતો આ કાર્ડ માટે જે લોકો બાકી હોય તેમના માટે સહકારી દવાખાના ચોરવાડ ખાતે ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ