નાની ચંદુરમાં નવી શાળા માટે જમીન ફાળવાઈ, વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણ
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામમાં શૈક્ષણિક સુવિધાઓનો વિસ્તાર થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી માધ્યમિક શાળાના બાંધકામ માટે 8094 ચોરસ મીટર જમીન ફાળવવાની મંજૂરી આપી છે. આ જમીન પર શાળાનું નવા માળખાં સાથે બ
નાની ચંદુરમાં નવી શાળા માટે જમીન ફાળવાઈ, વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણ


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામમાં શૈક્ષણિક સુવિધાઓનો વિસ્તાર થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી માધ્યમિક શાળાના બાંધકામ માટે 8094 ચોરસ મીટર જમીન ફાળવવાની મંજૂરી આપી છે. આ જમીન પર શાળાનું નવા માળખાં સાથે બાંધકામ અને રમત-ગમતનું મેદાન પણ બનાવવામાં આવશે.

આ નવી શાળામાં કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા અને લાઇબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ રહેશે. “રમશે ગુજરાત – જીતશે ગુજરાત” અભિયાન હેઠળ રમત-ગમતના મેદાનને પણ વિકસાવવામાં આવશે. આ સર્વાંગી વિકાસથી નાની ચંદુર અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સ્થાનિક સ્તરે જ મળી રહેશે.

રાજ્ય સરકાર શિક્ષણના ક્ષેત્રે સતત સક્રિય છે. નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, શિક્ષકોની ભરતી અને શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોએ આ પગલાંનું હર્ષથી સ્વાગત કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande