નવસારી: ટ્રેનની અડફેટે આવીને બનાસકાંઠાના બે યુવાનોના કરુણ મોત
નવસારી, 11 જુલાઈ (હિ.સ.)- નવસારી રેલવે સ્ટેશન નજીક એક હૃદયવિદારી અકસ્માત સર્જાયો છે, જ્યાં ટ્રેનની અડફેટે આવીને બનાસકાંઠાના બે યુવાનોના કરુણ મોત થયા છે. આ બંને યુવાન રોજગારીની શોધમાં નવસારી આવેલા હતા. મૃતકોની ઓળખ કલ્યાણભાઈ ઠાકોર અને ઉત્તમભાઈ ઠાકોર ત
Navsari


નવસારી, 11 જુલાઈ (હિ.સ.)- નવસારી રેલવે સ્ટેશન નજીક એક હૃદયવિદારી અકસ્માત સર્જાયો છે, જ્યાં ટ્રેનની અડફેટે આવીને બનાસકાંઠાના બે યુવાનોના કરુણ મોત થયા છે. આ બંને યુવાન રોજગારીની શોધમાં નવસારી આવેલા હતા.

મૃતકોની ઓળખ કલ્યાણભાઈ ઠાકોર અને ઉત્તમભાઈ ઠાકોર તરીકે થઈ છે, જે ધાનેરા તાલુકાના સેરા ગામના નિવાસી હતા. પ્રાથમિક વિગતો અનુસાર, ટ્રેનમાંથી ઉતરી તેઓ રેલવે લાઈન ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અન્ય ટ્રેનની ઝપટે ચડી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

લોકશક્તિ એક્સપ્રેસના પાયલટે ટ્રેક પર મૃતદેહો જોઈ તાત્કાલિક રેલવે અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાની જાણ થતાં ભાવનગરના ઠાકોર સમાજના અગ્રણીઓ અને મૃતકોના સ્વજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાય મહિનાઓથી નવસારીમાં ટ્રેનના અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. લાપરવાહીની ભુલ, ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ—આ બધું જીવલેણ સાબિત થઈ રહ્યું છે.

જાણકારોના મતે, આવી દુર્ઘટનાઓને અટકાવવા લોકોમાં વધુ જાગૃતિ ફેલાવવી તથા રેલવે વિભાગે સુરક્ષાને લઈને વધુ કડક પગલાં લેવા જરૂરી બની ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande