પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસના સમયમાં વીજ ધાંધિયાને લઈ લોકો પરેશાન થયા છે. પીજીવીસીએલની બેદકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં વીજધાંધીયા જોવા મળી રહ્યા છે. ગઇકાલે ગુરૂવારનીન રાત્રીના સમયે ચારથી પાંચ વખત વીજળી ગુલ થઇ હતી.
આ અંગે સ્થાનિકોએ પીજીવીસીએલને ફરીયાદ કરી હતી છતા કોઈ દાદ દેતુ ન હતુ ફોલ્ટ સેન્ટરમા ફરીયાદ કરવા છતા કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત થતો નથી. જેના કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી દરમ્યાન પણ કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખવામા આવે છે.જયારે ચોમાસુ શરૂ થાય ત્યારે પણ વરસાદ પડતાની સાથે વીજળી ગુલ થઈ જાઈ છે. હાલ એક તરફ મરછરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તેવા સમયે ખાસ કરીને રાત્રીના સમયે વીજળી ગુલ થતા લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પીજીવીસીએલની બેદરકારી સામે ઈન્દીરાનગરના લોકોમાં ભારે રોષ જોવ મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya