પાટણ, 11 જુલાઈ (હિ.સ.)હારીજ નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી સાથે ધમકી આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વોર્ડ નંબર 4ની મહિલા નગરસેવિકાના પતિએ તેમને ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટના 9 જુલાઈના રોજ સાંજે 4:30 વાગ્યે બની હતી, જ્યારે ભૂપેન્દ્રભાઈ ઓફિસમાં ફરજ પર હતા. નગરસેવિકાના પતિએ તેમના સહકર્મીના ફોન પર સંપર્ક કર્યો હતો અને ફોન ન ઉપાડવા બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભૂપેન્દ્રભાઈએ પોતાની વ્યસ્તતા અંગે સ્પષ્ટતા આપતા, પતિ ઉશ્કેરાઈ ગયા અને ધમકી આપીને ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટનાની બાદમાં ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 224, 352, 351(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર