પાટણમાં પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો આરોપ, જામીન નામંજૂર
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના ''એ'' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ અંબાલાલ ચૌધરી પર દુષ્કર્મના આરોપો મૂકાયા છે. આરોપી ગોવિંદે પોતાના સાથી પોલીસ કર્મચારીની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવ
પાટણમાં પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો આરોપ, જામીન નામંજૂર


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ અંબાલાલ ચૌધરી પર દુષ્કર્મના આરોપો મૂકાયા છે. આરોપી ગોવિંદે પોતાના સાથી પોલીસ કર્મચારીની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ઉપરાંત, પીડિતાને જાતિ આધારિત અપમાનિત કરીને તેના પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

પીડિતાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગોવિંદ ચૌધરીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે પાટણની સ્પેશ્યલ એટ્રોસિટી અને સેશન કોર્ટના જજ એમ.એ. શેખે નામંજૂર કરી છે. કેસમાં સરકારી વકીલ તરીકે શૈલેષભાઈ એચ. ઠક્કરે રજૂઆત કરી હતી.

આ ઘટનાની ગંભીરતા ને પગલે પાટણ એસપીએ આરોપી પોલીસ કોન્સ્ટેબલને ફરજ પરથી સસ્પેન્ડ કર્યો છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, તેનું સરકારી ક્વાર્ટર પણ ખાલી કરાવી લેવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande