પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાને દુર કરવા નગરપાલિકા દ્વારા રિપેરિંગ, રિસરફેસિંગ અને મેટલવર્કના કામો શરૂ કરવામાં આવ્યા છે. નદી રોડ આંબાવાડી, જાંપલીપોળ, ઠાકોર વાસ તાવડીયા અને મંડી બજાર સહિતના વિસ્તારોમાં મરામતનું કામ ચાલી રહ્યું છે.
મરામતના કામો ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને રાહત મળે તે માટે નગરપાલિકા દ્વારા કામગીરીમાં વેગ લાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર