ચાણસ્મામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા રસ્તાઓનું સમારકામ શરૂ
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે, જેને ધ્યાનમાં લઇને નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ચાણસ્મા શહેરના જૈન સોસાયટી, ખાડીયાચોક અને કાનદાસપ
ચાણસ્મામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા રસ્તાઓનું સમારકામ શરૂ


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે, જેને ધ્યાનમાં લઇને નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ચાણસ્મા શહેરના જૈન સોસાયટી, ખાડીયાચોક અને કાનદાસપુરા સહિતના વિસ્તારોમાં વરસાદથી માર્ગો પર ખાડા પડી ગયા હતા. નગરપાલિકાએ તાત્કાલિક ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે.

નાગરિકોને અવરજવરમાં સુવિધા મળે અને અકસ્માતથી બચી શકાય તે હેતુથી આ કામગીરી ઝડપથી અને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર તરફથી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande