ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) મહુવા અને જેસર તાલુકાના રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં.માંર્ગ અને મકાન વિભાગપંચાયત દ્વારા ઉગલવાણ ગામને જોડતા રસ્તાઓનું સમારકામ કરાયું મહુવા અને જેસર તાલુકાઓમાં રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદથી અસરગ્રસ્ત બનેલા માર્ગો પર વાહનવ્યવહાર સરળ બનાવવાના હેતુથી પંચાયત રોડ અને મકાન વિભાગ દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મહુવા તાલુકાના ઉગલવાણ ગામને જોડતા મુખ્ય માર્ગોનું સમારકામ તાત્કાલિક પ્રાથમિકતાના આધારે શરૂ કરાયું છે.
ઉગલવાણ ગામથી જેસર તરફ જતાં માર્ગ પર ખુબજ ખાડા અને ધોવાણ સર્જાતા ગામ લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રિપેરિંગ અને પેચવર્ક માટે જરૂરી મટિરિયલ સાથે મશીનરી અને શ્રમિક તૈનાત કરીને માર્ગ સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
સ્થાનિક ગ્રામજનો અને ગ્રામપંચાયતના પ્રતિનિધિઓના સહયોગથી કાર્ય સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. વિસ્તારોમાં માર્ગોના સુધારા પામવાથી વાહનવ્યવહાર સરળ બનશે તેમજ ગ્રામજનોને રોજબરોજના જીવનમાં અવરજવર માટે સુવિધા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek