ગાંધીનગર જિલ્લામાં આવેલ ઓવર બ્રિજોની, તાત્કાલીક ચકાસણી કરવા બાબતે તંત્ર એલર્ટ
ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાં વડોદરા ખતે મહિસાગર નદી ઉપરનો બ્રીજ તુટી જવાથી દુઃખદ ગંભીર અકસ્માત થયો હતો. જેને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં આવેલ તમામ ઓવરબ્રિજોની મજબુતાઇ જાણવી અત્યંત જરૂરી છે. જેથી જિલ્લામાં આવેલ તમામ બ્ર
કલેકટર મેહુલ દવે


ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાં વડોદરા ખતે મહિસાગર નદી ઉપરનો બ્રીજ તુટી જવાથી દુઃખદ ગંભીર અકસ્માત થયો હતો. જેને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં આવેલ તમામ ઓવરબ્રિજોની મજબુતાઇ જાણવી અત્યંત જરૂરી છે. જેથી જિલ્લામાં આવેલ તમામ બ્રિજો,ઓવર બ્રિજ ભયજનક સ્થિતિમાં છે કે કેમ, બ્રિજને મરામતની જરૂર છે કે કેમ, જોખમી હોય તો તેને બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે કે કેમ, તેમજ અન્ય નિર્દેશન હોય તો તે મુજબના ઓવર બ્રિજની તાત્કાલીક ચકાસણી કરવા કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા તાત્કાલિક આદેશ કરી પાંચ ટીમોની નિમણૂક કરવામાં આવી છે

ગાંધીનગરમાં શહેરમાં આવેલ તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે નિમણૂક કરાયેલી ટીમ નં.૧માં સિનિયર ટાઉન પ્લાનર (શહેર), ગાંધીનગર,જુનિયર ટાઉન પ્લાનર (શહેર), ગાંધીનગર, કા.પા.ઇ., પા.યો. વિભાગ-૨, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, નાયબ કા.પા.ઇ.શ્રી,, પા.યો. વિભાગ-૨, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીશ્રી, ચોથો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, મામલતદાર, દબાણ, ત્રીજો માળ, સેકટર-૧૧ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં ટીમ નં.2માં પ્રાંત અધિકારી, ગાંધીનગર,કા.પા.ઈ., પા.યો. વિભાગ-૩, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, નાયબ કા.પા.ઇ, પા.યો. વિભાગ-૩, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, કા.પા.ઈ, મા.મ., પંચાયત, જિલ્લા પંચાયત, સેકટર-૧૭,મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ બિલ્ડીંગ, એ-વીંગ, પચમો માળ, સેકટર-૧૧, મામલતદાર, ગાંધીનગર,તાલુકા વિકાસ અધિકારી, ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે કલોલ નગરપાલિકા તથા કલોલ તાલુકામાં આવેલ તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે ટીમ નં.૩માં પ્રાંત અધિકારી, કલોલ,કા.પા.ઈ., પા.યો. વિભાગ-૧, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, નાયબ કા.પા.ઇ., પા.યો. વિભાગ-૧, પા.યો.ભવન, ધ-૪, સેકટર-૧૬, કા.પા.ઈ., કાંસ વિભાગ, મામલતદારશ્રી, કલોલ (શહેર) અને ગ્રામ્ય.તાલુકા વિકાસ અધિકારી, કલોલ,ચીફ ઓફિસર, કલોલ, કલોલ નગરપાલિકાને કામગીરી સોંપવામાં આવી છે.

એજ રીતે માણસા નગરપાલિકા તથા માણસા તાલુકામાં આવેલ તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે ટીમ નં.૪માં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (મહેસુલ), જિલ્લા પંચાયત, સેકટર-૧૭, ગાંધીનગર,કા.પા.ઈ, પા.યો. વિભાગ-૪, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, નાયબ કા.પા.ઇ, પા.યો. વિભાગ-૪, પા.યો.ભવન, ઘ-૪, સેકટર-૧૬, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા પંચાયત, સેકટર-૧૭, મામલતદાર, માણસા, તાલુકા વિકાસ અધિકારી, માણસા,ચીફ ઓફિસર, માણસા, માણસા નગરપાલિકાને કામગીરી સોંપવામાં આવી છે.

દહેગામ નગરપાલિકા તથા તાલુકામાં આવેલ તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે ટીમ નં.૫માં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, (પંચાયત), જિલ્લા પંચાયત, સેકટર-૧૭,કા.પા.ઈ, (સી), યુનીટ-૨ (સુજલામ સુફલામ),કા.પા.ઈ., સીંચાઇ બાંધકામ વિભાગ,નાયબ કા.પા.ઇ., સીંચાઇ બાંધકામ વિભાગ,મામલતદારશ્રી, દહેગામ,તાલુકા વિકાસ અધિકારી, દહેગામ, ચીફ ઓફિસર, દહેગામ, દહેગામ નગરપાલિકાની નિમણૂક કરવામાં આવી છે.

ઉપરોકત તમામ ટીમોએ નિવાસી અધિક કલેકટર, ગાંધીનગરના માર્ગદર્શનમાં તથા અધિક્ષક ઇજેનર, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગરના સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે તેમ કલેકટર ગાંધીનગર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande