છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. જે.આર.કટારા તથા પો.હેડ. કોન્સ. હરેશભાઈ સીસોદીયા તથા જ
છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો.


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. જે.આર.કટારા તથા પો.હેડ. કોન્સ. હરેશભાઈ સીસોદીયા તથા જેતમલભાઈ મોઢવાડીયા ઉધોગનગર પોલીસ સ્ટેશન મથકના કર્મચારીઓ જાન્યુઆરી 2024માં નાઈટમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી નાસી છૂટેલ આરોપી મયુર હરદાસભાઈ ઓડેદરાઅમદાવાદ કોબા સર્કલ પાસે આવવાની બાતમી મળતા સ્થળેથી મયુર ઓડેદરા નામના આરોપીને ઝડપી પોરબંદર ઉદ્યોગનગર પોલીસને સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ ઈન્સ.એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ. એચ.કે. પરમાર તથા જે.આર.કટારા, પિયુષભાઇ બોદર તથા HC પિયુષભાઇ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા, પ્રકાશભાઈ નકુમ, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા, PC આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande