અમરેલી, 11 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ફરવા લાયક સ્થળો આવેલા છે અને આ ફરવા લાયક સ્થળો ગીરકાંઠાના જંગલ વિસ્તારની અંદર આવેલા છે જેથી મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે.
અમરેલી જિલ્લાના સૌથી શ્રેષ્ઠ પાંચ ફરવા લાયક સ્થળમાં સૌપ્રથમ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ગળધરા ખોડીયાર મંદિર અને આંબરડી સફારી પાર્ક આવેલો છે આંબરડી સફારી પાર્ક અને ગળધરા ખોડીયાર મંદિર અને ખોડીયાર ડેમ ધારી બે કિલોમીટરના અંતરમાં આવેલા છે જે ધારી થી આઠ કિલોમીટરના અંતરે આવેલા છે અહીં જવા માટે મોટરસાયકલ ફોરવીલર અને સ્થાનિક રીક્ષા દ્વારા પણ મુસાફરો અહીં પહોંચી અને આનંદ માણે છે સફારી પાર્કમાં સિંહ દીપડા હરણ તેમજ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક ગળધરા ખોડીયાર મંદિર આવેલું છે જે ખોડીયાર ડેમની નીચેના ભાગમાં આવેલું છે અહીં મોટો ધરો છે અને વોટરફોલ જોવા અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આનંદ માણતા હોય છે.
અમરેલી જિલ્લાના છેવાડે ગીરકાંઠાના વિસ્તારમાં આવેલું તુલસીશ્યામ મંદિર છે આ તુલસીશ્યામ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે આવે છે અને જંગલ પ્રકૃતિનો આનંદ માણવા માટે આવે છે આપ હાલ ચોમાસાના સમયે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે અને જે સમયે જ મોટી સંખ્યામાં લોકો અહીં શનિ રવિના દિવસે આવતા હોય છે અહીં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે અને મંદિર આવેલું છે જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.
ધારી તાલુકાના કનકાઈ બાણે જ આવેલું છે આ કનકાઈ અને બાણેજ જંગલ વિસ્તારમાં આવેલું છે વન વિભાગની પરમિશન લીધા બાદ જંગલ વિસ્તારમાં આશરે 15 થી 17 કિલોમીટરના અંતરે કનકાઈ અને ભાણેજ આવેલું છે જંગલમાં માતાજીનું મંદિર છે અને જંગલમાં આવેલું હોવાથી અહીં પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે પોતાના નિવાસસ્થાનેથી ભોજન લઈ અને અહીં નદી કિનારે બેસી અને પ્રકૃતિનો આનંદ માણી ભોજન લેતા હોય છે શનિ-રવિના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે હાલ હરિયાળી અને ચેક ડેમો છલકાઈ ગયા છે જેથી અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
અમરેલી જિલ્લાનું પ્રસિદ્ધ મંદિર ભુરખીયા હનુમાનજી મંદિર છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખીયા ગામે આ હનુમાનજીનું મંદિર આવેલું છે અમરેલી થી અને લાઠી થી સરકારી બસ તેમજ અન્ય વાહનો પણ ત્યાં જવા માટે મળી રહે છે અને અમરેલી થી અંદાજિત 30 km ના અંતરે આ મંદિર આવેલું છે જ્યારે લાઠી થી 15 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે ભુરખીયા હનુમાનજી મંદિર અમરેલી જિલ્લાનું સૌથી પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અહીં હજારોની સંખ્યામાં લોકો દિનપ્રતિદિન દર્શન અર્થે આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek