પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર તાલુકાના પાલખડા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
તાલીમમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી ના પાંચ આયામોનો અનુસરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે આત્માના ભરતભાઈ ગોસ્વામી અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સાવનભાઈ રાઠોડ તેમજ પાલખડા ગામના કૃષિ સખીએ પ્રાકૃતિક કૃષિ અને વિવિધ ખેતીવાડી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે,દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે.
પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશકો બહારથી ખરીદ્યા વગર ખેડૂતો જાતે બનાવી શકે છે. પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ, સંવર્ધન અને જાળવણીએ કુદરતી ખેતીનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. કુદરતી ખેતીનો સાચો અર્થ પાણીની બચત, વીજ બચત અને વધુ ઉત્પાદન , સારા બજાર ભાવ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya