જિલ્લા પંચાયત ગાંધીનગર આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના સહિયારો પ્રયાસ ફરી એકવાર માતા મૃત્યુ અટકાવવામાં સફળ
ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : સમાજમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે તેઓ પોતાનાથી બનતા બધા પ્રયત્નો થતી માનવજીવન બચાવવામાં પોતાના જીવનનો એક મોટો હિસ્સો હોમે છે. ડોક્ટરને ભગવાન સ્વરૂપ ગણવાની આ વર્ષો જૂની કહેવત ને યથાર્થ કરતો એક
માતા બાળક


ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : સમાજમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે તેઓ પોતાનાથી બનતા બધા પ્રયત્નો થતી માનવજીવન બચાવવામાં પોતાના જીવનનો એક મોટો હિસ્સો હોમે છે. ડોક્ટરને ભગવાન સ્વરૂપ ગણવાની આ વર્ષો જૂની કહેવત ને યથાર્થ કરતો એક કિસ્સો ગાંધીનગર સિવિલમાં પણ જોવા મળ્યો. પરિવારજનો એ જ્યારે હારી થાકી પ્રસુતાની સ્વસ્થ થવાની આશા મૂકી દીધી ત્યારે, ગાંધીનગર સિવિલ તથા જિલ્લા આરોગ્ય વિભાગના પ્રયત્નો અને વિશ્વાસથી એક માતાનું જીવન બચી ગયું છે.

વિગતવાર વાત કરવામાં આવે તો, છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયત ગાંધીનગર અને સિવિલ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી ગાંધીનગર જિલ્લામાં માતા મૃત્યુ અટકાવવા માટે સઘન પ્રયત્નો થઈ રહ્યા છે .જેના ભાગરૂપે દેહગામ તાલુકાના છેવાડાના ગામડાની પ્રસુતાને બ્લડપ્રેશર વધી જવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થે લાવવામાં આવ્યા હતાં.માતાનું લોહીનું દબાણ ખૂબ જ ઊંચું ,બંને પગે સોજા અને પેશાબમાં પ્રોટીન એટલે કે પ્પ્રિએકલમ્પિસયા હોવાથી તાત્કાલિક સીઝરિયન દ્વારા માતાની ડીલેવરી કરવામાં આવી હતી.ડીલેવરી દરમિયાન પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં લોહી વહી ગયું હોવાથી માતા કોમામાં સરી પડી હતી. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી કે, જેમાંથી માતાને બહાર લાવવી અશક્ય લાગતું હતું, આ પરિસ્થિતિમાં માતાના સગા સંબંધીઓને સંપરામર્શ કરવું અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ રાખવી એ ખૂબ જ અઘરું હતું.

આવા સમયે જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે એસબીસીસી ટીમ ડો. નેહલ ગજેરા દ્વારા માતાની દરરોજ મુલાકાત લઇ એમને સારવાર માટે પ્રોત્સાહન આપવું તેમજ હકારાત્મક પરિણામ આવશે એ સાંત્વના સાથે માતાની સારવાર કરવા પરિવારને તૈયાર કરવામાં આવ્યો. સારવાર દરમિયાન પણ માતાની તબિયત ધીમે ધીમે ખરાબ થતી જતી હતી, એક અઠવાડિયા પછી માતાની કિડની ફેલ થતા માતાની મેડિકલ આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી. ત્યાં તેમનું સાત વાર ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું.મેડિકલ આઇસીયુમાં પણ માતા ફરીથી ગંભીર થતા સગા સંબંધીઓને હવે બચવાના કોઈ ચાન્સ નથી એવું સમજાવી પણ દેવામાં આવ્યું હતું. તેમ છતાં સિવિલ હોસ્પિટલ મેડિકલ આઇસીયુ તેમજ ગાયનેક ડિપાર્ટમેન્ટ દ્વારા સતત પ્રયત્ન ચાલુ રાખતા સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ મોંઘી દવાઓ આપીને માતાની સારવાર જરૂર રાખવામાં આવી કુલ ત્રીસ બોટલ લોહી સાત વાર ડાયાલિસિસ ના અંતે 31 દિવસની આઇસીયુ ની સારવાર બાદ આજે માતા તથા બાળક સંપૂર્ણ સ્વસ્થ થયા અને રજા આપવામાં આવી છે.

આ સફળ પરિણામ જેમના માટે સિવિલ હોસ્પિટલ માં સારવાર લેવા માટે સંકોચ અનુભવતા કુટુંબ માટે ઉદાહરણરૂપ છે, માતાને આપવામાં આવેલ સારવાર ખૂબ જ ખર્ચાળ હતી. છતાં એક પણ રૂપિયાના ખર્ચા વગર ખૂબ જ ગંભીર ગણાતી પરિસ્થિતિમાં માતાની સારવાર સાથે તંદુરસ્ત માતા અને બાળકને રજા આપવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande