શીશલી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ પર પોલીસના દરોડા
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામા શ્રાવણ માસ નજીક આવતા જુગારની મોસમ ખીલી હોય તેમ જુગારધામ ધમધમવા લાગ્યા છે. પોરબંદર નજીકના શીશલી ગામે વાડી વિસ્તારમાં રહેતા હરદાસ કરશન ખુંટી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુ
શીશલી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ પર પોલીસના દરોડા.


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામા શ્રાવણ માસ નજીક આવતા જુગારની મોસમ ખીલી હોય તેમ જુગારધામ ધમધમવા લાગ્યા છે. પોરબંદર નજીકના શીશલી ગામે વાડી વિસ્તારમાં રહેતા હરદાસ કરશન ખુંટી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ શરૂ કર્યા હોવાની બાતમીના આધારે બગવદર પોલીસે દરોડો પડી અને મકાન માલિક હરદાસ કરશન ખુંટી તેમજ કેશવ વસતા ઓડેદરા, મેરૂભાઈ ગીગાભાઈ મોઢવાડીયા, રાણા રણમલ કારાવદરા અને રામ દેવા ઓડેદરાને જુગાર રમતા ઝડપી લઇ સ્થળ પરથી 29,430ની રોકડ રકમ બે મોબાઇલ અને બે મોટરસાયકલ મળી કુલ રૂ.61,930નો મુદામાલ કબ્જે કરી તેમની સામે બગવદર પોલીસ સ્ટેશનામા ગુન્હો નોંધ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande