મુન્દ્રા શહેર-તાલુકાના પ્રાથમિક પ્રશ્નો સહિતનું નિરાકરણ લાવો: કોંગ્રેસના પ્રમુખે શરૂ કર્યો પ્રવાસ
ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) તાજેતરમાં જ વરાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલે લોકોને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવાનો અભિગમ દર્શાવ્યો છે. આ અંતર્ગત તેમણે મુન્દ્રા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. વાઘુરા, બત્રડા
લોકપ્રશ્નો જાણવા કચ્છ કોંગ્રેસના પ્રમુખે શરૂ કર્યો પ્રવાસ


ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) તાજેતરમાં જ વરાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલે લોકોને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવાનો અભિગમ દર્શાવ્યો છે. આ અંતર્ગત તેમણે મુન્દ્રા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. વાઘુરા, બત્રડા, ગુંદાલા, સાડાઉ, લુણી, તેમજ મુન્દ્રા શહેરની સમસ્યાઆઓ તથા પ્રશ્નો જાણ્યાં, જેમાં અનેક સમસ્યાઓ ઉજાગર થઈ અને ગ્રામીણ લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનું જાણાવા મળ્યું છે. તેનો તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરાઇ છે.

લુણીની શાળા માટે વહીવટી તંત્રે જગ્યા જ ન ફાળવી

લુણી ગામે માધ્યમીક શાળા મંજુર થયેલ છે પરંતુ આજ-દિન સુધી માધ્યમીક શાળાના બીલ્ડીંગ માટે 2023 થી કલેકટર પાસે જમીનની માંગણી પેન્ડીંગ છે. જમીન મંજૂર ન થવાનાં કારણે શાળાનુ બીલ્ડીંગ બની શકતું નથી. નવમા ધોરણનાં ૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને હાલે પ્રાથમીક શાળાનાં એકમાત્ર કલાસરૂમમાં અભ્યાસ કરે છે.

ગુંદાલાને જોડતા રસ્તાનું 10 વર્ષથી રીસર્ફેસિંગ નહીં

ગુંદાલા - વાઘુરા-ભલોટ તેમજ ગુદાલાથી ચાંદ્રોડાનો રસ્તો અત્યંત ખરાબ છે છેલ્લા 10 વર્ષથી રી-સર્ફેસિંગ ન થતાં લોકો હાલાકી ભોગવી રહેલ છે એવી રજુઆતો ગ્રામજનો તરફથી કરવામાં આવી હતી. સાડાઉથી લુણીનો 4 કિ.મી. નો રસ્તો છેલ્લા 15 વર્ષથી રીસફેસીંગ થયેલ નથી જેનુ કારણ આ ગામલોકો કોંગ્રેસ તરફી મતદાન કરતાં હોઈ આ ગામની લોકો સાથે કિન્નાખોરી રાખવામાં આવે છે.

બળજબરીથી વીજલાઈન પસાર કરવા સામે વિરોધ

મુન્દ્રા શહેરમાં સોસાયટી વિસ્તારમાં ગટર-પાણી-રસ્તા-ની હાલત ખરાબ છે હોવાની ફરિયાદ મળી છે અને સત્તા ભાજપને ખોટી આપી તેનો પસ્તાવો કરતા હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત મુન્દ્રા તાલુકામાં શિક્ષણ અને આરોગ્ય કર્મચારીઓની ઘટ હોવાના લીધે પણ મુશ્કેલી ઉભી થાય છે. તેનું નિરાકરણ કરવા માગણી કરાઇ છે. વીજલાઇન કંપનીઓ દ્વારા બળજબરીથી વીજલાઈન પસાર કરવા માટે પોલીસ વિભાગનો દુરૂપયોગ કરવામાં આવે છે તેવી ફરિયાદ લોકો અને ખેડૂતોએ કરી હતી.

સ્થાનિક નેતાઓ સાથે કરાઇ ચર્ચા

ગ્રામીણ વિસ્તારની મુલાકાત બાદ જિલ્લા પ્રમુખ હુંબલે મુન્દ્રા તાલુકાના, શહેરના, નગરપાલિકાના કોંગ્રેસી સભ્યો સાથે ચર્ચા કરી હતી. પ્રમુખ કિશોર પીંગોલ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો અને સહકારની ખાતરી આપી હતી. લોકોની વચ્ચે જઇને પ્રજાલક્ષી અભિગમ દાખવવાની તૈયારી કરવા સૂચના આપવામાં આવી હોવાનું પ્રવક્તા ગની કુંભારે જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande