KSV સંલગ્ન સર્વ નેતૃત્વ યુવાનો દ્વારા પ્રોજેક્ટ મિશન વિદ્યા અંતર્ગત શિક્ષણ કીટનું વિતરણ કરાયું
ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સર્વ નેતૃત્વ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ યુવાનો દ્વારા છેલ્લા ૮ વર્ષથી પોજેકટ મિશન વિદ્યા અંતર્ગત વિવિધ વિસ્તારના જરૂરતમંદ વિધાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યની થીમ આધારિત પ્રશિક્
મિશન વિદ્યા અંતર્ગત શિક્ષણ કીટનું વિતરણ


મિશન વિદ્યા અંતર્ગત શિક્ષણ કીટનું વિતરણ


મિશન વિદ્યા અંતર્ગત શિક્ષણ કીટનું વિતરણ


ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સર્વ નેતૃત્વ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ યુવાનો દ્વારા છેલ્લા ૮ વર્ષથી પોજેકટ મિશન વિદ્યા અંતર્ગત વિવિધ વિસ્તારના જરૂરતમંદ વિધાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યની થીમ આધારિત પ્રશિક્ષિત કરવાની સાથે જરૂરી વિદ્યા સામગ્રી આપી મદદ કરવાનું કાર્ય કરાય છે. જેના ભાગ રૂપે ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ કોલેજની ઉર્જાવાન ૯ વિદ્યાર્થીનીઓ દ્વારા જૂના સમાચાર પત્રોમાંથી Paper Folder બનાવી અને આ ફોલ્ડરના વેચાણમાંથી થતો નફાનો ભાગ જરૂરતમંદ બાળકોને અભ્યાસમાં થાય તેવા પવિત્ર ઉદેશ્યથી દીકરીઓ દ્વારા સેક્ટર - ૨૮ સ્થિત સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર ગાંધીનગર ખાતે જરુરી સ્ટેશનરી જેમાં ડસ્ટર , ડ્રોઈંગ શીટ, સ્લેટ, સ્લેટ પેન બોક્સ અને અંધશાળા સેક્ટર 16, ગાંધીનગર ખાતે ચાર્ટ પેપર એમને જરૂર હોવાથી વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ઉમદા કાર્યમાં સર્વ નેતૃત્વની ઉત્સાહિત અને ઉર્જાવાન પૂર્વતાલીમાર્થી ઉર્મિ પ્રજાપતિ, તન્વીબા જાડેજા, અનસૂયા દેસાઈ, ખુશ્બુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . આ સુંદર ઉપક્રમ બદલ સર્વ નેતૃત્વ સેલના સંયોજક ડો. ધર્મેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા પવિત્ર કાર્યમાં જોડાવા પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર આયોજનમાં રાહુલભાઈ સુખડિયા, વૈભવભાઈ જાની, જીગ્નેશભાઈ, જયંતીભાઈ સાહેબ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande