સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત રમત ગમતને સમર્પિત નેશનલ સ્પોર્ટ્સ સ્કૂલનો શુભારંભ
રાજકોટ 16 જુલાઈ (હિ.સ.) : SGVP INTERNATION SCHOOL રીબડા રાજકોટ મુકામે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીના સાનિધ્યમાં SGVP SURYA NATIONAL SPORTS SCHOOL કે જે ગુજરાતની પ્રથમ INTIGRATED SPORTS SCHOOL નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટી નવીનભાઈ
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત રમત ગમતને સમર્પિત નેશનલ સ્પોર્ટ્સ સ્કૂલ નો શુભારંભ


રાજકોટ 16 જુલાઈ (હિ.સ.) : SGVP INTERNATION SCHOOL રીબડા રાજકોટ મુકામે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીના સાનિધ્યમાં SGVP SURYA NATIONAL SPORTS SCHOOL કે જે ગુજરાતની પ્રથમ INTIGRATED SPORTS SCHOOL નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટી નવીનભાઈ દવે, સૈનિક સ્કુલ બલાછડી ના પ્રીન્સિપાલ કર્નલ શ્રેયાંશ મહેતા, સૌરાષ્ટ્રના રણજી ટીમ તેમજ બર્મુડા ક્રિકેટ ટીમના હેડ કોચ નીરજ ઓડેદરાસાહેબ, IPL ક્રિકેટર ચેતન સાકરીયા, રાજકોટ DSO વી પી જાડેજા, ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), પ્રવિણસિંહ ચુડાસમા વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કર્નલ શ્રેયાંશ મહેતાનું પ્રેરણાદાયી પ્રવચન વિદ્યાર્થીઓ માટે યાદગાર રહ્યું હતું. સલાહકાર હિરેનભાઈ વ્યાસ એ SPORTS SCHOOL નું મહત્વ તેમજ SGVP SURYA NATIONAL SPORTS SCHOOL કાર્યપ્રણાલી વિશે વિશેષ વાત કરી હતી. આ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓને રેગ્યુલર સ્કૂલ ની સાથે સાથે દરરોજ ની ૫ થી ૬ કલાકની જે તે ગેઇમના નિષ્ણાત કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે અને સારા સ્પોર્ટ્સ મેન બંને તે માટેની બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમત નું મહત્વ તેમજ શારીરિક તંદુરસ્તી પર વિશેષ ભાર મુક્યો હતો તેમજ SGVP ગુરુકુલના સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસ સ્વામીજી વિદ્યાર્થીઓ માટે આ દિશામાં વિચારી અને આ આગવી પહેલ કરી રહ્યા છે તેની સરાહના કરી હતી. ઉપસ્થિત સૌએ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિકસાવેલ વિવિધ રમતોના મેદાનો જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સ્વીમિંગપુલ, જીમ વગેરે નિહાળી SGVP સંસ્થા દ્વારા રમતવીરોને અપાતી રમત ગમતની સગવડો માટે સંસ્થાને બિરદાવી હતી. આ નવા સોપાનને લીધે આવનારા દિવસોમાં SGVP રીબડા કેમ્પસ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગતા વિધાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande