ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગારની તક મળી રહે તે હેતુસર ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે સવારે ૦૭.૦૦ વાગ્યાથી પૂર્વ સૈનિકો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જોબફેરમાં ભાગ લેવા ઈચ્છુક પૂર્વ સૈનિકો તેમનું પૂર્વ સૈનિક તરીકેનું ઓરિજનલ ઓળખપત્ર અને બાયોડેટા/રેઝ્યૂમેની ૦૫ (પાંચ) કોપી સાથે હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ