પોરબંદર મનપાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ શકે છે
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સહિત નવ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ તાજેતરમા વોર્ડને લઈ નોટીફિકેશ જાહેર કરવામાં આવ્યુ તેમાં પોરબંદર મહાનગપાલિકાના 13 વોર્ડ જાહેર કર્યા છે. જેમા 50 ટકા મહિલા અનામત જાહેર કરવામાંઆવી છે. 52 બેઠકોમાંથી ત્ર
પોરબંદર મનપાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ શકે છે


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સહિત નવ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ તાજેતરમા વોર્ડને લઈ નોટીફિકેશ જાહેર કરવામાં આવ્યુ તેમાં પોરબંદર મહાનગપાલિકાના 13 વોર્ડ જાહેર કર્યા છે. જેમા 50 ટકા મહિલા અનામત જાહેર કરવામાંઆવી છે. 52 બેઠકોમાંથી ત્રણ બેઠક સેડયુલ કાસ્ટ માટે અનામત રહેશે એક બેઠક સેડયુલ કાસ્ટ માટે અનામત અને 14 બેઠક પછાત માટે અનામત રાખવામાં આવી છે. પોરબંદર નગરપાલિ( હતા તે સમયે પણ 13 વોર્ડ હતા હવે મનપા બન્યા બાદ પણ 13 વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકામાં પોરબંદર શહેર ઉપરાંત જાવર,વનાણા, દિગ્ગવિજય ગઢ અને રતનપર ગામનો સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરને બે ઉત્તર-દક્ષિણ એમ બે ભાગમા વહેંચવામાં આવ્યુ છે. હાલ નવા સિમાંકનની કામગીરી ચાલી રહી છે. તે નકિક થયા બાદ અગાઉની છ મનપાની સાથે પોરબંદર સહિતની નવી નવ મહાનગરપાલિકાની ચુંટણી આગામી ડિસેમ્બર બાદ યોજાય તેવી શકયતા જોવા મળી રહી છે તેમને લઇ તૈયારીઓ ચાલી રહી હોવાનુ પણ કહેવાય છે. પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગર બનાવામા આવ્યુ છે. પોરબંદર મનાપના વિસ્તારની વાત કરીએ તો ક્ષેત્રફળ 97,95 ચો.મી છે મનપા બન્યા બાદનુ આ ક્ષેત્રફળ જાહેર કરવામાં આવ્યુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande