167- સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ ધ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
સુરત, 16 જુલાઈ (હિ.સ.)- સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ યોજનાઓને જન જન સુધી પહોંચાડનાર મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વડીલ વય વંદના નોંધણી અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરક
Surat


સુરત, 16 જુલાઈ (હિ.સ.)- સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ યોજનાઓને જન જન સુધી પહોંચાડનાર મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વડીલ વય વંદના નોંધણી અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે નિ:શુલ્ક તબીબી સારવાર ( 10 લાખ સુધી ) મળી રહે તે હેતુથી આજે 167 - સુરત (પશ્ચિમ) વિધાનસભામાં આવેલ વિદ્યાકુંજ સ્કૂલ, પાલનપુર જકાતનાકા, સુરત ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશભાઈ વી પટેલ, પૂર્વ વોર્ડ મહામંત્રી હિનલભાઈ વાલવાલા, સ્થાનિક આગેવાન ભાર્ગવભાઈ ઋષિ, હિરલભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ નાવીક, દશરથભાઈ રાઠોડ, કૃષ્ણાલભાઈ પારેખ, નમ્રતાબેન ડોલસ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

મોદી સરકાર ખરા અર્થમાં વડીલોના સ્વાસ્થ્યની દરકાર લઈ તેમની વૃદ્ધા અવસ્થાની સહાયક બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande