તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતનાં બે સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા
સુરત, 17 જુલાઈ (હિ.સ.)-તા.19 અને 20 જુલાઈ દરમિયાન થાઈલેન્ડ બેંગકોકમાં યોજાનારી 1 સ્ટિગા એશિયન ટેબલ ટેનિસ ક્લબ ચેમ્પિયનશિપ ચેલેન્જમાં ભાગ લેનારી ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં (SAG)-તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતના બે ખેલાડીઓએ સ્થાન મ
તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતનાં બે સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા


સુરત, 17 જુલાઈ (હિ.સ.)-તા.19 અને 20 જુલાઈ દરમિયાન થાઈલેન્ડ બેંગકોકમાં

યોજાનારી 1 સ્ટિગા એશિયન ટેબલ ટેનિસ ક્લબ ચેમ્પિયનશિપ ચેલેન્જમાં ભાગ લેનારી

ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં (SAG)-તાપ્તિ વેલી હાઇ

પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતના બે ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. મૂળ

વડોદરાના 20 વર્ષીય પ્રથમ મદલાની તથા મૂળ અરવલ્લીના 17 વર્ષીય જન્મેયજય પટેલ

છેલ્લા બે વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)-તાપ્તિ વેલી

હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર, તાપ્તિ વેલી

ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કોચ અંકુર જોષી, મહાવીરસિંહ કુંપાવત, અંકિતા

શ્રીવાસ્તવ તથા ફીઝીયો નિરવ ખાનપરાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande