વ્યાજખોરો પાસે રહેલ રૂ.૩૦ હજારના દાગીના છોડાવી, મૂળ માલિકને પરત કરાવ્યા
રાજકોટ, 17 જુલાઈ (હિ.સ.) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરી સામે કાર્યવાહી હેઠળ લોકોને રાહત આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જામકંડોરણા પોલીસ મથક દ્વારા એક મહત્વની કાર્યવાહી કરીને વ્યાજખોરો પાસે ગીરવે મુકાયેલા દાગીના મુક્ત કરાવી મૂળ માલ
વ્યાજખોરો પાસે રહેલ રૂ।.૩૦ હજારના દાગીના છોડાવી મૂળ માલિકને પરત કરાવ્યા


રાજકોટ, 17 જુલાઈ (હિ.સ.) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરી સામે કાર્યવાહી હેઠળ લોકોને રાહત આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જામકંડોરણા પોલીસ મથક દ્વારા એક મહત્વની કાર્યવાહી કરીને વ્યાજખોરો પાસે ગીરવે મુકાયેલા દાગીના મુક્ત કરાવી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.

વિગતવાર જણાવતાં, ગ્રામ્ય પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત એ સમજૂતી સાથે કામગીરી શરૂ કરી કે લોકોને ખોવાયેલ ચીજવસ્તુઓ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ પાછી અપાવવી એ પોલીસનું મોખરું દાયિત્વ છે. રાજકોટ રેન્જના આઈજી શ્રી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ અને જેતપુર ડીવાયએસપી આર.એ. ડોડીયા દ્વારા તમામ પોલીસ મથકોને પ્રજાને મદદરૂપ થવાની તથા વ્યાજખોરો દ્વારા ગીરવે રાખવામાં આવેલ મુદ્દામાલ શોધીને મુળ માલિક સુધી પહોંચાડવાની સુચનાઓ આપવામાં આવી છે.

આ સુચનાઓના અનુસંધાનમાં જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાયેલા મનીલેન્ડના કેસમાં કાર્યવાહી કરી ગીરવે મુકાયેલા સોનાના દાગીના મળ્યાં હતાં, જેની અંદાજીત કિંમત રૂ. ૩૦,૦૦૦ જેટલી હતી. તપાસ બાદ દાગીના મૂળ માલિકને પરત આપી પોલીસ વિભાગે પોતાની જવાબદારી નિભાવી હતી.

આ કામગીરી દ્વારા પોલીસ વિભાગે ‘પોલીસ પ્રજાની મિત્ર છે, મંત્રને સાકાર કર્યો છે અને લોકોને સુરક્ષાનું વિશ્વાસ આપતી કાર્યશૈલી પ્રસ્તુત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande