તાપી નદીના જુદા જુદા ઘાટો પર સાંજે આરતી અને પૂજા અર્ચના સાથે ઉજવણી
સુરત, 2 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરની જીવાદોરી સમાન માં તાપીના દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આજે જન્મોત્સવના અવસરે સાંજે તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે,જેને લઈને સવારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવ
Surat


સુરત, 2 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરની જીવાદોરી સમાન માં તાપીના દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આજે જન્મોત્સવના અવસરે સાંજે તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે,જેને લઈને સવારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે આજે સવારે મોટા સૂર્યોદય ઘાટ પર તાપી માતાને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ધામધૂમથી અને પુરી આસ્થા સાથે કરવા આવતી હોય છે.

આજે અષાઢ સુદ સાતમના રોજ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા લોકો માટે આશીર્વચન રૂપ તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા કૃષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે.સુરતીઓ દર વર્ષે તાપીમૈયાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે.

તાપી નદીને ઘાટ પરથી ચૂંદડી અર્પણ કરી અને સાંજ સમયે તાપી માતાની પૂજા અર્ચના અને આરતી કરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાપી માતાના જન્મોત્સવના પાવન અવસરે આજે સાંજે જુદા જુદા ઘાટો પર વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવશે. ત્યારે નાવડી ઓવારા ખાતે ભાજપા અને પાલિકા દવારા મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ કરવામાં આવશે. જયારે કુરૂષેત્ર ઓવારા પર 1300 મીટર લાંબી ચૂંદડી અપર્ણ કરવાં આવશે. ભક્તો દવારા માં તાપીની આરતી ઉતારવામાં આવશે.આ રીતે આજે સાંજે તાપી માતાના જન્મોત્સવને લઈને ઠેર ઠેર આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande