મોહરમ પર્વ પહેલા તાજીયા જુલુસના માર્ગ માટે સુવિધાઓની માંગ
પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી માટે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વ દરમિયાન તાજીયાનું જુલુસ નીકળે છે, જે મામલે શહેરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ યાસીનભાઈ સુમરા, ભુરાભાઈ સૈયદ અને અન્ય મુસ્લિમ આગેવાનોએ નગરપાલિકા ચીફ ઓફિસ
મોહરમ પર્વ પહેલા તાજીયા જુલુસના માર્ગ માટે સુવિધાઓની માંગ


પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી માટે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વ દરમિયાન તાજીયાનું જુલુસ નીકળે છે, જે મામલે શહેરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ યાસીનભાઈ સુમરા, ભુરાભાઈ સૈયદ અને અન્ય મુસ્લિમ આગેવાનોએ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપી મહત્વની માંગણીઓ કરી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજીયા જુલુસના માર્ગ પર આવેલા ખાડાઓનું તાત્કાલિક પૂરાણ કરવું જોઈએ. સાથે જ રસ્તા કિનારે આવેલી જર્જરિત ઇમારતો દૂર કરવા તેમજ રસ્તા પર રહેલા રખડતા ઢોરોને પકડી પાંજરે પૂરવાની પણ રજૂઆત કરવામાં આવી છે જેથી કોઈ નિર્દોષને નુકસાન ન થાય.

આ ઉપરાંત આગેવાનો દ્વારા જુલુસના સમગ્ર માર્ગ પર યોગ્ય સફાઈની વ્યવસ્થા રાખવા માટે પણ ખાસ ધ્યાન આપવા નગરપાલિકાને અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોહરમ પર્વ મુસ્લિમ ધર્મના મહાન પેગંબરના દોહિત્ર હજરત હસન અને હુસેનની યાદમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાથી મનાવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande