ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ખાતે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (GHCL) ખાતે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી.
આ શિબિરમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલિયેન્ટર પ્રકાશ મકવાણા દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અધિનિયમ” વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ આ કાયદા સંબંધે તેમજ જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા? તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકલ્પ DHEWનો સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, મહિલા અભયમ ૧૮૧ હેલ્પ લાઈનનો સ્ટાફ, ફિલ્ડ ઓફિસર, VTIના સ્ટાફ તેમજ વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ