જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે, ગોડાઉન પર આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.) કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના હેઠળ, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે સ.નં.૭૭/પૈ.૧ વાળી જમીનમાં આવેલ ગોડાઉન પર આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા, રૂા.૫,૨૩,૧૫૦/- નો મુદામાલ સીઝ
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે, ગોડાઉન પર આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો


ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.) કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના હેઠળ, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે સ.નં.૭૭/પૈ.૧ વાળી જમીનમાં આવેલ ગોડાઉન પર આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા, રૂા.૫,૨૩,૧૫૦/- નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો.

જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદા ના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે સ.નં.૭૭/પૈ.૧ વાળી જમીનમાં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે મામલતદાર તાલાલા તથા ટીમ દ્વારા ઘઉં-૨૯૮ કટૃા, ચોખા-૬ કટૃા, બાજરો-૧૩ કટૃા, વજન કાંટા-૩ તથા ટુવ્હીલર-૧ એમ કુલ મળી રૂા.૫,૨૩,૧૫૦/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

વધુમાં જણાવવાનું કે, તા.૨૫/૦૬/૨૦૨૫ થી તા.૦૧/૦૭/૨૦૨૫ દરમ્યાન ડ્રાઇવ સ્વરૂપે શંકાસ્પદ સરકારી અનાજનો અનઅધિકૃત રીતે સંગ્રહ તથા પરિવહન કરતા લોકો વિરૂઘ્ધ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક દરોડા પાડી ઘઉં-૧૫૮૩૦ કિ.ગ્રા., ચોખા-૧૦૦૫ કિ.ગ્રા., બાજરો-૬૫૦ કિ.ગ્રા., વજન કાંટા-૫, રીક્ષા-૩, ટુ વ્હીલર-૧, બોલેરો-૧ તથા મહિન્દ્રા પીકઅપ-૧ એમ કુલ મળી રૂા.૧૦,૨૯,૨૨૫/- નો મુદ્દામાલ સીઝ કરી કડક સંદેશો આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande