મનરેગા કૌભાંડમાં ધરપકડ અંગે ઊના માં આહીર સમાજ દ્વારા હીરાભાઈ નાં સમર્થનમાં આવેદન અપાયું.
ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.) હીરાભાઈ જોટવા ની મનરેગા કૌભાંડમાં ધરપકડ અંગે ઊના માં આહીર સમાજ દ્વારા હીરાભાઈ નાં સમર્થનમાં આવેદન અપાયું. આહીર સમાજનાં અગ્રણી હીરાભાઈ જોટવા ની મનરેગા કૌભાંડમાં સંડોવણી અને ધરપકડ અંગે આજરોજ ઊના પ્રાંત અધિકારી ને ઊના, ગીરગઢ
સમર્થનમાં આવેદન અપાયું.


ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.)

હીરાભાઈ જોટવા ની મનરેગા કૌભાંડમાં ધરપકડ અંગે ઊના માં આહીર સમાજ દ્વારા હીરાભાઈ નાં સમર્થનમાં આવેદન અપાયું.

આહીર સમાજનાં અગ્રણી હીરાભાઈ જોટવા ની મનરેગા કૌભાંડમાં સંડોવણી અને ધરપકડ અંગે આજરોજ ઊના પ્રાંત અધિકારી ને ઊના, ગીરગઢડા આહીર સમાજ ના સેંકડો અગ્રણીઓ એ હીરાભાઈ નાં સમર્થન માં આવેદન પાઠવી ન્યાયિક તપાસ ની માંગ કરેલ છે.

આહીર સમાજ ના અગ્રણીઓ નાં જણાવ્યાં અનુસાર કૌભાંડમાં સાચા વ્યક્તિને બચાવવા ઉપલા સ્તરેથી એક વ્યક્તિ નાં ઈશારે રાજકીય કિંના ખોરી રાખીને હીરાભાઈ ને ટાર્ગેટ કરવામાં આવલછે,તેઓ કોઈ પેઢીના માલિક કે ભાગીદાર નથી,હીરાભાઈ કે તેના પરિવાર જનોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેમજ આ પ્રકરણ ની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેમ આહીર સમાજનાં અગ્રણીઓ મેરુભાઈ રામ, હરિભાઈ ચૌહાણ,એભલ ભાઈ બામભણીયા,ઉકા ભાઈવાઘ, પૂંજાભાઈ(કોઠારી) ,વિગેરેએ જણાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande