જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની, પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું
જૂનાગઢ, 2 જુલાઈ (હિ.સ.) ગિરનાર પર્વત ઉપરની પાંચમી ટૂંક ખાતે ભગવાન નેમીનાથ મોક્ષ કલ્યાણ દિવસે, જૈન યાત્રિકો પાંચમા શિખર પર ભગવાન નેમીનાથને તેમના પ્રાર્થના અને મોક્ષ કલ્યાણક લાડુ અર્પણ કરવાના કાર્યક્રમ સંદર્ભે જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પ
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની, પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું


જૂનાગઢ, 2 જુલાઈ (હિ.સ.) ગિરનાર પર્વત ઉપરની પાંચમી ટૂંક ખાતે ભગવાન નેમીનાથ મોક્ષ કલ્યાણ દિવસે, જૈન યાત્રિકો પાંચમા શિખર પર ભગવાન નેમીનાથને તેમના પ્રાર્થના અને મોક્ષ કલ્યાણક લાડુ અર્પણ કરવાના કાર્યક્રમ સંદર્ભે જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

આ જાહેરનામા મુજબ ગિરનાર પર્વત ઉપરની પાંચમી ટુંક ખાતે યોજાતા ભગવાન નિમિનાથને પ્રાર્થના અને મોક્ષ કલ્યાણક લાડુ અર્પણ કરવાના કાર્યક્રમ સંદર્ભે તાત્કાલિક અસરથી તારીખ ૩ જુલાઈ સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જૂનાગઢ પેટા વિભાગીય મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ દ્રારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ થી સમગ્ર ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વત ઉપર આવેલ ગુરુ દત્તાત્રેય શિખરની ટૂંક સુધીના સમગ્ર વિસ્તારમાં તાત્કાલીક અસર થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમ્યાન કોઈ પણ ઈસમ જે ઉક્ત વિસ્તારમા રહે છે, આવન-જાવન કરે છે તેવા તમામ લોકોએ ઉક્ત સમયગાળા દરમ્યાન જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

આ જાહેરનામા મુજબ સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કોઈપણ કૃત્ય કરવું નહિ. હિન્દુ તથા જૈન ધર્મ કે અન્ય કોઈપણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય કરવું નહિ. ધાર્મિક એકતાને વિઘાતક હોય તેવા કોઈ કથનો કરવા નહી કે ભાષણો કે સુત્રોચ્ચાર કે મંત્રોચ્ચાર કરવા નહિ. ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પરંપરા કે રીતિરિવાજો અમલી કરવા નહિ. કોઈપણ જાતના લાઉડ સ્પીકર કે વાજિંત્રો વગાડવા નહિ કે લોકોની ઉશ્કેરણી થાય તેવા કથનો કરવા નહિ. કોઈપણ ઈસમે પોતાની સાથે ઘાતક હથિયારો કે સાધન સામગ્રી લઈ જવી નહિ. કોઈપણ કોમ, ધર્મના લોકોને શારીરિક, માનસિક ક્ષતિ પહોંચે તેવું કોઈપણ કૃત્ય કરવું નહી.

આ જાહેરનામું સમગ્ર ભવનાથ વિસ્તાર તથા સમગ્ર ગિરનાર પર્વત તથા તેના તમામ શિખરો પૂરતું અમલી રહેશે. આ જાહેરનામું તાત્કાલીક અસર થી આગામી તા.૦૩/૦૭/૨૦૨૫ ના મધ્યરાત્રીના ૨૪:૦૦ કલાક સુધી અમલી રહેશે.આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ - ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande