જૂનાગઢ 2 જુલાઈ (હિ.સ.) માળીયાહાટીના તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ડીપીટી અને ટીડી ની રસી આપવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ સાલ્વી અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીનાના ડો.ડાભીના માર્ગદર્શન હેઠળ માળિયાહાટીના તાલુકાની વિવિધ શાળાઓ માં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ધોરણ ૫ અને ૧૦ ના બાળકો માટે શાળામાં વિધાર્થીઓને DPT અને TD રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને બાળકો, વાલીઓ અને શિક્ષકોને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
સાથે સાથે RBSK ટીમ દ્વારા બાળકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. અનેજરૂરી સારવાર અને સલાહ સ્થળ પર આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ