ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા, સીધા ધિરાણની વિવિધ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લાના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ કરાયો
જૂનાગઢ 2 જુલાઈ (હિ.સ.) જુલાઇ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ જેવી કે, મહિલા સમૃધ્ધિ યોજના (રૂ.૧,૦૦,૦૦૦/-), માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના (રૂ.૧,૦૦,૦
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા, સીધા ધિરાણની વિવિધ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લાના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ કરાયો


જૂનાગઢ 2 જુલાઈ (હિ.સ.) જુલાઇ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ જેવી કે, મહિલા સમૃધ્ધિ યોજના (રૂ.૧,૦૦,૦૦૦/-), માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના (રૂ.૧,૦૦,૦૦૦/-), વ્યકિતગત લોન યોજના (રૂ.૨,૦૦,૦૦૦/-), પેસેન્જર ઓટો રીક્ષા (રૂ.૩,૦૦,૦૦૦/-), જનરલ ટર્મ લોન યોજના (GTL) (રૂ.૧૦,૦૦,૦૦૦/-), વ્હીકલ લોન યોજના (રૂ.૧૫,૦૦,૦૦૦/-), સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી સફાઇ કામદાર કે તેમના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

આ યોજનાનો લાભ મુળ ગુજરાત રાજયના વતની હોય તેવા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને કે જેઓની ઉંમર મર્યાદા ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે, તો તેઓને મળવાપાત્ર રહેશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ આગામી તારીખ ૨૬/૦૭/૨૦૨૫ સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઇને સુચના વાંચીને ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વાહન માટે અરજી કરનારે આ જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.

જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ નોંધ લેવા જિલ્લા મેનેજરશ્રી, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ- જૂનાગઢની કચેરી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નંબર ૧-૩, સરદાર બાગ પાસે, જૂનાગઢ સીટી- ખાતે રુબરુ સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા મેનેજર પી.ડી.સરવૈયા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande